નહેરુનો બંગ્લો વેચાઈ ગયોઃ કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!

દેશની રાજધાનીના ખૂબ જ વીવીઆઈપી વિસ્તારમાં આવેલા લૂટિયન્સ બંગલો ઝોનમાં આવેલો એક બંગ્લો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ બંગ્લો દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુનું પ્રથમ અધિકૃત આવાસ હતું. લૂટિયન્સ દિલ્હીના 17 મોતીલાલ નેહરુ માર્ગ (પહેલાં યોર્ક રોડ) પર આવેલો આ બંગલો 14,973 વર્ગ મીટર (લગભગ 3.7 એકર)માં ફેલાયેલો છે. આ બંગ્લો હવે વેચાઈ ગયો છે. આ ડીલને અત્યારસુધીની દેશની સૌથી મોંઘી ડીલ ગણવામાં આવી રહી છે.

1100 કરોડમાં થયો સોદો
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ બંગ્લાના માલિકોએ 1,400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે ભારતીય પેય ઉદ્યોગ (beverage industry) સાથે જોડાયેલા એક મોટા વેપારીએ અંદાજે 1,100 કરોડ રૂપિયામાં આ ડીલ ફાઈનલ કરી દીધી છે.

કોણ છે આ બંગલાના માલિક?
રાજકુમારી કક્કડ અને બીના રાણી આ બંગલાના હાલના માલિક છે. આ બન્ને રાજસ્થાનના એક શાહી કુટુંબ સાથે જોડાયેલા છે. કાનૂની પ્રક્રિયાના અંતિમ તબક્કા હેઠળ એક નામી કાયદા કંપનીએ જાહેર નોટિસ બહાર પાડી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે, ‘અમારા ક્લાયન્ટ આ સંપત્તિ (પ્લોટ નંબર 5, બ્લોક નંબર 14, 17, મોતીલાલ નેહરુ માર્ગ) ખરીદવા ઈચ્છુક છે. આ સંપત્તિના હાલના માલિક રાજકુમારી કક્કડ અને બીના રાણી છે. જો કોઈ અન્ય વ્યક્તિનો આ સંપત્તિ પર કોઈ હક અથવા દાવો હોય તો તે સાત દિવસની અંદર દસ્તાવેજી પૂરાવા સાથે અમને જાણ કરે. નહીં તો આ માનવામાં આવશે કે આ સંપત્તિ પર કોઈનો કોઈ વિરોધી દાવો નથી.’

અખબાર મુજબ, કાનૂની પ્રક્રિયાના અંતિમ તબક્કા હેઠળ એક નામી કાયદા કંપનીએ જાહેર નોટિસ બહાર પાડી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે, ‘અમારા ક્લાયન્ટ આ સંપત્તિ (પ્લોટ નંબર 5, બ્લોક નંબર 14, 17, મોતીલાલ નેહરુ માર્ગ) ખરીદવા ઈચ્છુક છે. આ સંપત્તિના હાલના માલિક રાજકુમારી કક્કડ અને બીના રાણી છે. જો કોઈ અન્ય વ્યક્તિનો આ સંપત્તિ પર કોઈ હક અથવા દાવો હોય તો તે સાત દિવસની અંદર દસ્તાવેજી પુરાવા સાથે અમને જાણ કરે. નહીં તો આ માનવામાં આવશે કે આ સંપત્તિ પર કોઈનો કોઈ વિરોધી દાવો નથી.’

Share This Article
Translate »