ત્રણ સિસ્ટમ સક્રીયઃ ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી!

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ હજી બાકી છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે એક મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 28 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપીમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ છએ. આ સિવાય ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળશે.

ગુજરાતના ઉત્તર ભાગની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે 29 ઓગસ્ટે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નવસારી અને વલસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 30 ઓગસ્ટે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં 28થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલે કહ્યુ કે ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ થઈ શકે છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે 5થી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદની આગાહી કરી છે.

Share This Article
Translate »