અમદાવાદઃ સાબરમતી નદીમાં આવ્યું પૂર, જૂઓ ભયાનક તસવીરો!

ઉપરવાસમાંથી પાણી છોડાતા ધરોઈ ડેમનું પાણ સંત સરોવરમાં આવ્યું છે, અને સંત સરોવરનું પાણી સાબરમતી નદીમાં આવ્યું છે. આ કારણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઘટાડી દેવાયું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ સુભાસ બ્રિજથી ઈન્દિરા બ્રિજ તરફનો રિવરફ્રન્ટ નદીમાં ગરકાવ થયો છે. રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો લોઅર પ્રોમીનાડ ડૂબ્યો છે. તકેદારીના ભાગરૂપે પોલીસ અને રિવરફ્રન્ટ સુરક્ષાકર્મીઓ દ્વારા જમાલપુર પશ્ચિમ રિવરફ્રન્ટ વોક વે પરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક 

અમદાવાદમાં ચાલુ સિઝનમાં ચોમાસામાં પહેલીવાર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આજે વહેલી સવારે નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પર લોકની અવરજવરને રોકવામાં આવી છે. નદીની સપાટીમાં વધારો થતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોકોને રિવરફ્રન્ટના વોક વે પર નહીં જવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. સુભાષ બ્રિજ પાસે વોક વે પર પાણી ઘૂસી ગયાં છે. વોક વે પરથી મુલાકાતીઓને દૂર કરવામાં આવ્યાં છે.

ગાંધીનગર સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. 66215 ક્યુસેક પાણીની આવક થતા 63224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સંત સરોવરના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે. સંવેદનશીલ જગ્યાઓ ઉપર ફાયર અને પોલીસનો પોઇન્ટ મુકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમ પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે.

અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રિવરફ્રન્ટ પર જમાલપુરની સરખામણીએ સુભાસબ્રિજ નજીક સ્થિતિ ગંભીર જોવા મળી છે. નદીના ધસમસતા પાણી રિવરફ્રન્ટના વોક વે પર ફરી વળ્યાં છે. હાલ સ્થિતિ એવી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવાયેલા પાળાની ઉપરથી પાણી વહી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેટલીક મશીનરી પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. સુભાસ બ્રિજ રેલવે ટ્રેક નીચે ભયાવહ નજારો જોવા મળ્યો છે.

Share This Article
Translate »