સામાન્ય રીતે હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે એક એવડી મોટી રાજકીય આગાહી કરી છે કે જે ખરેખર સામાન્ય લોકો માટે ચોંકાવનારી અને રાજકીય વર્તુળોને ચેતવનારી છે. અંબાલાલ પટેલે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે તે અંગે આગાહી કરી છે. જે ખતરનાક છે.
રાજનીતિ વિશે સૌથી મોટી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અત્યારે સૂર્ય-કેતુ યોગ ચાલી રહ્યો છે. આ કારણે કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થઈ શકે છે. રાજકીય નેતાઓએ રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે. રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અંધારા પરિણામો આવી શકે છે. દિલ્હી અને ગુજરાતમાં રાજકીય હલન-ચલન જોવા મળશે. વિશ્વમાં પણ રાજકીય હલન ચલણ તેજ બનશે.
વરસાદને લઈને પણ મહત્વની આગાહી
તારીખ 23 થી 26માં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહે છે. તો તારીખ 26 થી 28 માં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો કોઈ કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. 28 તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.