શાંતિ અને સૂકુનની ઉંઘ અને આરામ કરવા માટે લોકો બેડરૂમમાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ રાખતા હોય છે. જેમ કે સારી ગાદી, ડેકોર સામાન અને સોફ્ટ તકીયા. શું આપ જાણો છો કે બેડરૂમમાં રાખેલી કેટલીક વસ્તુઓ આપને નુકસાન પહોંચાડી શકે છે. આ સાંભળીને આમ તો આપને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે. 3 એવી વસ્તુઓ છે કે જે કોઈપણ વ્યક્તિએ ક્યારેય બેડરૂમમાં રાખવી ન જોઈએ. જો તમે આ વસ્તુઓ બેડરૂમમાં રાખશો તો આપને નુકસાન થઈ શકે છે.
આ વાતનો ખુલાસો એઈમ્સ, હાર્વર્ડ અને સ્ટેનફોર્ડમાંથી તાલીમ લીધેલા ડૉ. સોરભ સેઠીએ પોતાની એક પોસ્ટમાં કર્યો છે. તેમણે એવી 3 વસ્તુઓની યાદી પણ જણાવી છે અને તેને તરત જ પોતાના રૂમમાંથી દૂર કરવાની સલાહ આપી છે. ચાલો, આ લેખમાં જાણીએ કે કઈ છે એ 3 વસ્તુઓ, જેને તમને તરત જ તમારા બેડરૂમમાંથી દૂર કરી દેવી જોઈએ અને તે રહેવાથી શું નુકસાન થઈ શકે છે.
તમારા બેડરૂમમાં રહેલી 3 ઝેરીલી વસ્તુઓ
ડૉ. સેઠીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કેપ્શન સાથે લખ્યું –
“શું તમને ખબર છે કે તમારું બેડરૂમ ચુપચાપ તમારા પેટ, ઊંઘ અને લાંબા ગાળાની તંદુરસ્તીને અસર કરી રહ્યું છે?”
નીચે આપેલી ત્રણ વસ્તુઓ ક્યારેય બેડરૂમમાં ન રાખવી જોઈએ!
- એર ફ્રેશનર
- જૂનું તકિયો
- જૂનો ગાદલો
જૂનો તકિયો તરત બદલો
ડૉ. સેઠીના જણાવ્યા મુજબ, જૂના તકીયાને કાઢીને તરત નવો તકિયો લગાવી દેવો જોઈએ. કારણ કે સમય સાથે તકીયામાં ધૂળના કણ, પરસેવો અને એલર્જી પેદા કરનારા તત્વો જમા થઈ જાય છે, જે સ્કિન પર રેશીઝ જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે. જો તમારો તકિયો 1–2 વર્ષથી વધુ જૂનો છે, તો હવે તેને બદલવાનો સમય આવી ગયો છે.
સિન્થેટિક એર ફ્રેશનર નુકસાનદાયક
ઘણા સિન્થેટિક એર ફ્રેશનર થેલેટ્સ અને VOCs (Volatile Organic Compounds) છોડે છે, જે શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે 86% એર ફ્રેશનરમાં થેલેટ્સ જોવા મળ્યા, જે દમ (Asthma) સાથે જોડાયેલા કેમિકલ્સ છે. તેથી બેડરૂમમાં સિન્થેટિક એર ફ્રેશનર વાપરવા બદલે ઓર્ગેનિક સુગંધનો ઉપયોગ કરવો જોઈએ.
ઘસાયેલી ગાદી પણ દૂર કરો
ડૉ. સેઠી જણાવે છે કે 7 થી 10 વર્ષથી વધુ જૂના ગાદલા ઊંઘની ગુણવત્તાને ઘટાડે છે, જેના કારણે પીઠમાં દુઃખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જો તમારું ગાદલું પણ એટલો જ જૂનું થઈ ગયું હોય, તો તેને તરત બદલી નાખવું જોઈએ.