ગુજરાત રાજ્યમાં અત્યારે મેળાની મોસમ ચાલી રહી છે. આ મેળામાં રાઈડ્સનો આનંદ લોકો માણતા હોય છે પરંતુ હવે લોકોએ ચેતી જવાની જરૂર છે. એક દિવસ પહેલા જ નવસારીના મેળામાં જ રાઈડ તૂટી હતી અને દુર્ઘટના ચેતવણી રૂપ હતી. ત્યારે આ તમામની વચ્ચે વિરમગામના લોકમેળામાં પણ રાઈડ તૂટવાની એક ઘટના સામે આવી છે. વિરમગામમાં આનંદમેળામાં સેલંબો રાઇડ તૂટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
સેલંબો રાઈડની એક્સલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાઈડ તૂટવાના કારણે બે લોકો ઘાયલ થયા હતા, તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. તો બીજી તરફ, રાઈડ તૂટતા જ તંત્રએ તાત્કાલિ મેળો બંધ કરાવ્યો હતો.
આ નવસારી અને વિરમગામની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, મેળા અને રાઈડના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની સેફ્ટી વગર આ રાઈડો બાંધી દેવામાં આવે છે અને લોકો તેમાં બેસે ત્યારે આવી દુર્ઘટનાઓ થાય છે. ત્યારે આમાં તંત્રની પણ લાપરવાહી કહી શકાય કારણ કે, તંત્ર પણ આડેધડ આ લોકોને પરમીશન આપી દે છે. પરંતુ તંત્રએ હવે તંત્રએ મેળો જ બંધ કરાવી દિધો છે. જો કે, રાઈડની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા તે પ્રશંસનીય છે. પરંતુ શું તંત્ર એ કોઈ પણ જાત ની ચકાસણી કર્યા વગર જ મંજૂરી આપી દીધી હતી અને જો ચકાસણી કરી તો બનાવ કેમ બન્યો? મેળો શરૂ થયો તે પહેલાં તંત્રએ શુ કર્યું તેવા પણ સવાલ ઉઠ્યા છે. આખરે તંત્રએ ચેકિંગમાં કઈ જગ્યાએ કચાશ રાખી તે પણ સવાલ છે.