Video: સુરેન્દ્રનગરમાં બે કાર વચ્ચે ભયાનક એક્સિડન્ટ બાદ આગ, એક જ પરિવારના 7 લોકો જીવતા ભડથું!

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ–લખતર રોડ પર રવિવારે સાંજે હ્યદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કડું ગામથી પરિવાર પોતાની કારમાં સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ભીષણ અથડામણ થઈ. અથડામણ બાદ એક કાર રોડની સાઈડમાં ખાબકી ગઈ અને ક્ષણોમાં જ કારમાં આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે અંદર બેઠેલા પરિવારના સભ્યો બહાર નીકળી શક્યા નહોતા અને જીવતા જ ભસ્મીભૂત થઈ ગયા.

સાત લોકોના મોત – એક ઈજાગ્રસ્ત
પ્રાથમિક તપાસમાં મૃતકો એક જ પરિવારના હોવાની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેનું સારવાર હેઠળ છે.

લોકો બચાવવા દોડી આવ્યા, પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ઘટનાસ્થળે સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે કારના દરવાજા ખોલીને અંદરના લોકોને બહાર કાઢી શકાયા નહોતા!

પોલીસ અને ફાયર બ્રિગેડની કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સળગેલી કારમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આ વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

Share This Article
Translate »