પુતિનની વાતોમાં ફસાયા ટ્રમ્પઃ આખી ઘટનામાં થયો છે પુતિનનો ભવ્ય વિજય!

અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે જે વાર્તા થઈ તેમાં પુતિનની જીત થઈ છે. વિશ્વ આખુ આ મુલાકાતના નાયક પુતિનને જ માની રહ્યું છે. આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, ટ્રમ્પને પુતિનની દરેક વાતો માનવી પડી. 5 કલાકના અલાસ્કા પ્રવાસ દરમિયાન પુતિનનો પાવર જોવા મળ્યો. પુતિને પોતાની ચર્ચામાં ટ્રમ્પને એ રીતે ફસાવ્યા કે, હવે ટ્રમ્પે પુતિન માટે ખુલીને બેટિંગ કરવાનું શરૂ કરી દિધું છે. હવે પ્રશ્ન એ જ છે કે, જો ટ્રમ્પ અને પુતિન સાથે આવ્યા તો યુદ્ધનું પરિણામ શું હશે?

મુલાકાત દરમિયાન વ્લાદિમિર પુટિને કહ્યું કે, “હું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા સંપર્કમાં રહ્યા છીએ. અમે ઘણી વખત વાત કરી છે. જો ત્યારે ટ્રમ્પ અમેરિકા ના રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ ન થયું હોત.” તે જ સમયે ટ્રમ્પે સ્વીકાર્યું કે, “રાષ્ટ્રપતિ પુટિન સાથે મારા સંબંધો હંમેશાં શાનદાર રહ્યા છે. અમારી મુલાકાત અદ્ભુત રહી. અમારે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈ.”

પુતિનની ચાલમાં ફસાયા ટ્રમ્પ
પુતિને પોતાની કૂટનીતિથી માત્ર ટ્રમ્પને પોતાની સાઈડ પર લઈ લીધા છે એટલું જ નહીં, પણ યુક્રેનના ભૂભાગ પર કબજો કરવા પૂરતો સમય પણ મેળવી લીધો. ટ્રમ્પના બોલાવવા પર પુતિન અલાસ્કા પહોંચ્યા. ટ્રમ્પને મળ્યા. ઐતિહાસિક મુલાકાત સાથે જ શાંતિ વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે ટ્રમ્પ રશિયા પર ન તો નવી પાબંદી મૂકશે અને ન જ કડકાઈ દાખવશે. પુતિન અને તેમની સેનાને સમય મળી ગયો છે. હવે પુતિન તેનો ફાયદો ઉઠાવતા યુક્રેનમાં પોતાનો કબજો અભિયાન તેજ કરી શકે છે. તેનો અર્થ એ થયો કે શાંતિ સંધિ પહેલા એવો યુદ્ધ ફાટી નીકળે, જે યુક્રેનના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે.

Share This Article
Translate »