છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ લાઈફથી લઈને એક્ચ્યુઅલ લાઈફ સુધી દરેક જગ્યાએ એક ઢીંગલી ટ્રેન્ડિંગમાં આવી છે, જેનું નામ ‘લબુબુ ડોલ’ છે. જો કે, પ્રદેશ24 ગુજરાતી પાસે એવા પાક્કા પુરાવા છે કે, આ જે વ્યક્તિ આ ડોલ લાવ્યા છે તે પસ્તાયા છે. અમદાવાદના એક પ્રસિદ્ધ હોમ ડેકોર શોરૂમના માલિક કે, જે લબુબુ ડોલ વેચવા માટે લાવ્યા હતા, પરંતુ આ ડોલ શોરૂમમાં આવી તો એણે એટલી નેગેટિવ એનર્જી પ્રસરાવી કે, ગ્રાહકોનો ફ્લો શોરૂમમાં ઓછો થઈ ગયો. મજાક કે, ખોટી ધારણા લાગતી આ વાત હકીકતમાં સાચી છે, કારણ કે, નેગેટિવ એનર્જીને તો વિજ્ઞાન પણ કાન પકડીને સ્વિકારે છે. માત્ર અમદાવાદમાંથી જ નહીં પરંતુ લબુબુ ડોલ સાથે જોડાયેલા કેટલાક ડરાવના અને ચોંકાવનારા કિસ્સાઓ વિશ્વભરમાંથી સામે આવ્યા છે. આવી જ એક ઘટના ઘટી છે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભૂમિ પટેલને.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે, જેણે જાણીને સૌ કોઈને આશ્ચર્ય થયું છે. ભૂમિ પટેલે જણાવ્યું કે આ ‘લાબુબુ’ ડોલ ખરેખર ડેન્જર છે. ‘લાબુબુ’ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવતી હોવાનું પણ ભૂમિ પટેલે જણાવ્યું છે. ‘લબુબુ’ ડોલ રાત્રે નાનું-મોટું થાય અને તેના પડછાયા ઘરમાં દેખાતા હોવાનું ભૂમિ પટેલે જણાવ્યું છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભૂમિ પટેલે જણાવ્યું કે, જે ક્ષણે લબુબુ ડોલ ઘરે આવી તે ક્ષણથી જ ઘરમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. હવા ભારે થઈ ગઈ, જાણે કોઈ અદૃશ્ય પડછાયો દરેક ખૂણામાં છુપાયો હોય. ભૂમિએ શરૂઆતમાં આ વાતને નજરઅંદાજ કરી, પરંતુ પછી રાત્રે તેને એક રહસ્યમય અનુભવ થયો. તેણે જણાવ્યું કે અડધી રાત્રે, તેની નજર ડોલ પર ગઈ, જે ધીમે ધીમે મોટી થઈ રહી હતી અને પછી પાછી નાની થઈ રહી હતી. એવું લાગ્યું કે જાણે કોઈ અશરીરી આત્મા તે ડોલની અંદર ફસાઈ ગયો હોય, જે મુક્ત થવા માટે અકળાઈ રહ્યો હતો.
ભૂમિ પટેલે વધુમાં જણાવ્યું છે કે ‘લાબુબુ’ ડોલના પડછાયાના કારણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના માતા બીમાર પડ્યા હોવાનું પણ તેણે ખુલાસો કર્યો છે. ભૂમિ પટેલે ‘લાબુબુ’ ડોલને સળગાવતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. ભૂમિ પટેલે કહ્યું કે આ ડોલ હું લેતી હતી તે સમયે બધાએ મને ના પાડી હતી, છતાં મેં લીધી અને મને કડવો અનુભવ થયો એટલા માટે હું કહું છું કે આ ડોલ કોઈ ખરીદતા નહીં ખૂબ ડેન્જર છે.
આ ભયાનક ડોલની અસર ફક્ત ભૂમિ પર જ નહીં, આખા ઘર પર હતી. ‘લાબુબુ’ ડોલનો પડછાયો આખા ઘરમાં ફરતો હતો, આ ડોલે તેની માતાને બીમાર કરી દીધી. માતાના અચાનક બીમાર પડવાથી ભૂમિનો ડર વધી ગયો. તેને સમજાયું કે આ ડોલ કોઈ સામાન્ય રમકડું નથી, પરંતુ નકારાત્મક શક્તિનું કેન્દ્ર છે. ભૂમિએ જણાવ્યું કે તેને આ ડોલ લેતા સમયે ઘણા લોકોએ ચેતવણી આપી હતી, પરંતુ તેણે તે ચેતવણી અવગણી હતી અને હવે તેને તેનો કડવો અનુભવ થયો.
આખરે, હિંમત કરીને ભૂમિએ આ દુઃસ્વપ્નનો અંત લાવવાનું નક્કી કર્યું. તેણે આ ડોલને સળગાવી નાખવાનો નિર્ણય કર્યો. તેણે ડોલને સળગાવતી વખતે એક વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેથી અન્ય લોકો આ ભયંકર ડોલ ખરીદવાની ભૂલ ન કરે.