ટ્રમ્પ-પુતિન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાતઃ ભારતે આપ્યો મજબૂત જવાબ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ઘણા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. આ મુલાકાતને વધુ ઐતિહાસિક માનવામાં આવી કારણ કે પુતિન દસ વર્ષ પછી અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. જોકે પુતિન-ટ્રમ્પની આ મુલાકાત બાદ ભારતનો જવાબ સામે આવ્યો છે.

 પુતિન-ટ્રમ્પની મુલાકાતને ભારતે આવકારી

ભારતના મીનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે ટ્રમ્પ-પુતિનની આ મુલાકાત પર કહ્યું છે, પુતિન-ટ્રમ્પની મુલાકતને ભારત આવકારી રહ્યું છે તેમજ શાંતિની દીશામાં ઉઠાવેલ આ વાતચીતના પગલાની સરાહના કરવામાં આવી છે. આ સાથે કહ્યું છે કે દુનિયા રશિયા યુક્રેશના સંઘર્ષનો અંત જોવા માંગે છે, આગળનો રસ્તો વાતચીત દ્વારા કાઢી શકાય છે.

પુતિન-ટ્રમ્પની આ મીટિંગ લગભગ ત્રણ કલાક ચાલી હતી. જોકે આ વાતચીત પછી પણ, યુક્રેન યુદ્ધ પર કોઈ નિર્ણય થઈ શક્યો નહીં. આ ઉપરાંત, બંને નેતાઓએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા વિના 12 મિનિટમાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ કરી હતી. ટ્રમ્પ-પુતિન વાટાઘાટોએ સ્પષ્ટ કર્યું કે વાતચીત જરૂરી છે. એકંદરે, આ બેઠકે કેટલીક સારી વાતો થઈ છે અને કેટલીક નવી ચિંતાઓ પણ છોડી છે.

ટ્રમ્પની ટીકા થઈ

ટ્રમ્પ-પુતિન મુલાકાત લગભગ 3 કલાક ચાલી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી. ટ્રમ્પ દ્વારા પુતિન માટે રેડ કાર્પેટ પાથરવા, તેમને પહેલા બોલવા દેવા અને કોઈ કરાર પર ન પહોંચી શકવા બદલ પણ ટીકા કરવામાં આવી હતી. પુતિન યુદ્ધવિરામ માટે પણ સંમત થયા ન હતા, જેની ટ્રમ્પ આશા રાખતા હતા.

પુતિને કહ્યું – જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત, તો યુદ્ધ ન થયું હોત

અલાસ્કામાં ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો યુક્રેન સાથે આ સંઘર્ષ શરૂ ન થયો હોત. પુતિને કહ્યું કે ભૂતકાળનો સમયગાળો અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો માટે મુશ્કેલ રહ્યો છે અને હવે પરિસ્થિતિમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Share This Article
Translate »