બિલ્ડરની બેદરકારીએ લીધો 5 વર્ષના બાળકનો જીવઃ અમદાવાદની હ્યદયદ્રાવક ઘટના!

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ સેવન્થ બ્લીસ ફ્લેટમાં એક હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે, જ્યાં પાંચ વર્ષિય દર્શુલ પટેલ નામના નિર્દોષ બાળકનું અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાથી કરૂણ મોત થયું છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે ફ્લેટની અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું નીચે પડી જતાં ટાંકી ખુલ્લી રહી ગઈ હતી. રહીશોએ આ મામલે અગાઉથી બિલ્ડર આઈડલ ગ્રુપને અનેક વખત લેખિત અને મૌખિક રીતે ફરિયાદ કરી હતી, તેમ છતાં બિલ્ડર તરફથી કોઈપણ પ્રકારની પગલાં લેવામાં નહીં આવતાં આ દુર્ઘટનાને જાણે આમંત્રણ મળ્યું. ઘટનાથી ગણતરીની મિનિટો પહેલાં જ રહીશોએ ટાંકીના ખુલ્લા ઢાંકણાની તસવીરો ગ્રુપમાં શેર કરી હતી અને જવાબદારોને સૂચિત કર્યા હતા, પરંતુ તે સૂચનાઓની અવગણના થઈ.

માહિતી અનુસાર, બાળકો પાર્કિંગ એરિયામાં રમી રહ્યા હતા, તે દરમિયાન 5 વર્ષીય દર્શૂલ અજાણતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો.આ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આ દુર્ઘટના બની. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની જાણ સોસાયટીના સભ્યોએ અગાઉથી જ બિલ્ડરને કરી હતી, પરંતુ બિલ્ડર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

સેવન બ્લીસ ફ્લેટના રહીશોએ આ ઘટના માટે બિલ્ડરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. રહીશોનું કહેવું છે કે બિલ્ડરે છેલ્લા દોઢ વર્ષથી સોસાયટીનો વહીવટ સોંપ્યો નથી, અને જાળવણીના કામોમાં ગંભીર બેદરકારી દાખવી છે. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની ફરિયાદ છતાં તેની સમયસર દુરુસ્તી ન કરવામાં આવી, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. રહીશોએ બિલ્ડરની આ બેજવાબદારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Share This Article
Translate »