મેષ – (અ,લ,ઈ )
કામમાં નવી તકો મળશે, નાણાકીય ફાયદો થવાની શક્યતા, સંબંધોમાં ઉષ્મા જાળવી રાખવી, માનસિક વ્યગ્રતા રહેશે, હનુમાનજીને લાલ ચોળી અર્પણ કરો.
વૃષભ – (બ,વ,ઉ)
મન પ્રફુલ્લિત રહેશે, પારિવારિક કામમાં વ્યસ્તતા રહેશે, જુના વિવાદોનું સમાધાન થશે, આરોગ્યનું ધ્યાન રાખવું, સંતાન સબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, દહીંમાં ખાંડ ભેળવીને ખાઓ
મિથુન – (ક,છ,ઘ)
કામના ક્ષેત્રમાં નવી યોજનાઓ સફળ થશે, મિત્રોનો સહકાર મળે, યાત્રાની શક્યતા, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સાચી વાત સૌજન્યથી કહો- સત્ય કડવુંના લાગે
કર્ક – (ડ,હ)
માનસિક શાંતિ માટે યોગ અથવા ધ્યાન લાભદાયી રહેશે, જુના મિત્રનો સંપર્ક થવાની શક્યતા, અણધાર્યો લાભ થાય, મન શાંત હોય તો દુનિયા પણ સુંદર લાગે
સિંહ- (મ,ટ)
પ્રતિષ્ઠા વધશે , નવા સંપર્કો મળશે, વ્યવસાયમાં લાભની શક્યતા, આરોગ્યનું ધ્યાન રાખવું, જ્યાં આત્મ-વિશ્વાસ હોય ત્યાં માર્ગ પોતે બની જાય છે
કન્યા – (પ,ઠ,ણ)
યોજનાઓ અમલમાં મુકવાનો સારો દિવસ, માન-સન્માન વધે, દંપતીએ વિવાદમાં પડવું નહિ, નાનાં પગલાથી પણ મોટા સપના સાકાર થઈ શકે છે, રોગ-શત્રુથી સંભાળવું
તુલા – (ર,ત )
નવા પ્રોજેક્ટ માટે પ્રેરણા મળશે, સબંધોમાં મીઠાશ આવશે, વડીલવર્ગે આરોગ્યનું ધ્યાન રાખવું, દરેક નવા દિવસને નવી તક તરીકે અપનાવો, કોર્ટ-કેસમાં વિજય મળે
વૃશ્ચિક – (ન,ય)
આર્થિક લાભ થાય, ખર્ચ પણ વધી શકે છે, જુના વિવાદનો અંત આવે, ભાગ્ય આજે સાથ આપે, ક્ષમા સૌથી મોટું બળ છે
ધન- (ભ,ધ,ફ,ઢ)
કાર્યક્ષેત્રમાં ફાયદો થાય, સ્વાસ્થ્ય સારું રહેશે, વ્યાપારમાં લાભ થાય, અવસર દરરોજ આવે છે, આંખો ખોલી રાખો
મકર (ખ,જ)
સાહસવૃત્તિ કેળવાય, અગત્યના નિર્ણયો લઇ શકો, કાર્યક્ષેત્રમાં પ્રસંશા મળશે, પરિવારને સમય આપવો જરૂરી, કામ અને પરિવાર વચ્ચેનું સંતુલન સાચું સુખ આપે છે.
કુંભ- (ગ,સ,શ,ષ)
અણધાર્યો લાભ થવાની શક્યતા, સર્જનાત્મક વિચારો સફળ થશે, નવા લોકો સાથે મિત્રતા થશે, નવી દિશાઓ શોધવાથી જ જીવનની નવી સફળતા મળે છે
મીન- (દ,ચ,ઝ,થ)
ધન પ્રાપ્તિના સંકેત છે, જીવનસાથીનો સહયોગ મળશે, મન આનંદની અનુભૂતિ કરે, કૃતજ્ઞતા એ ખુશીના દરવાજાની ચાવી છે