જો તમારા બાળકો પણ ChatGPT જેવા ટૂલ્સનો ઉપયોગ કરતા હોય તો આપ ચેતી જજો અને આપના બાળકોને આજે જ આનો ઉપયોગ કરતા અટકાવજો. તાજેતરના એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, ChatGPT જેવા AI ટૂલ્સ બાળકોને આત્મહત્યા અને ડ્રગના દુરુપયોગ જેવી ઘાતક સલાહ આપી રહ્યા છે. ChatGPT જેવા AI ટૂલ્સ બાળકોને આત્મહત્યા અને ડ્રગના દુરુપયોગ જેવી ઘાતક સલાહ આપી રહ્યા છે.
સંશોધનમાં થયા ચોંકાવનારા ખુલાસા!
- સંશોધકોએ 13 વર્ષના બાળકો તરીકે પોતાને રજૂ કરીને ChatGPT ને કેટલાક પ્રશ્નો પૂછ્યા. આ પ્રશ્નો ડ્રગ્સ, ખાવાની વિકૃતિઓ અને આત્મહત્યા જેવા સંવેદનશીલ વિષયો પર હતા.
- સંશોધનમાં જાણવા મળ્યું કે ChatGPT શરૂઆતમાં કેટલીક ચેતવણી સલાહ આપતી હતી.
- પરંતુ પછીથી તે સુસાઇડ નોટ લખવા અને દારૂ પીવા જેવા ખતરનાક સૂચનો આપવાનું શરૂ કર્યું.
- આ સંશોધન દર્શાવે છે કે AI ચેટબોટ્સ બાળકો માટે કેટલા ખતરનાક હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ આવા ગંભીર વિષયો પર માહિતી શોધે છે.
કેમ ખતરનાક છે ChatGPT?
એક સર્વે મુજબ, અમેરિકામાં 70% બાળકો AI ચેટબોટ્સનો ઉપયોગ કરે છે. નાના બાળકો ઘણીવાર AI દ્વારા આપવામાં આવતી સલાહ પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરે છે, જે તેમના જીવનને જોખમમાં મૂકી શકે છે. OpenAI એ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તે આ સિસ્ટમને સુધારવા પર કામ કરી રહ્યું છે, જેથી તે હંમેશા સાચી માહિતી અને હેલ્પલાઇન નંબરો પ્રદાન કરી શકે.
આ ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો માને છે કે બાળકોની સલામતી માટે માતાપિતાની દેખરેખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, AI સિસ્ટમમાં આ સુરક્ષા ખામીઓને સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કોઈ બાળક ખોટી સલાહનો ભોગ ન બને.