આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા જેતલવાડમાં અનાજ સગેવગે થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના સહ મંત્રી રજાકભાઈ પરમાર જ ચોર નિકળ્યા છે. રજાકભાઈ પરમાર ગોપાલ ઈટાલિયાના પ્રચારમાં પણ સામેલ હતા. રજાકભાઈ પરમાર પાસેથી 3 લાખ 40 હજારની કિંમતનો જથ્થો પકડાયો છે. મહત્વનું છે કે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અનાજ સગેવગે થતો હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ તેમના જ નેતા ચોર નીકળ્યા છે.
ગોપાલ ઈટાલિયા દ્વારા વિસાવદર ખાતે અનાજ ગોટાળા અંગે કરેલ આંદોલનનો મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, સરકારી અનાજ ચોર આમ આદમી પાર્ટીના જ નેતા નીકળ્યા છે. જેતલવાડ અનાજ સગેવગે થતો હોવાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. સરકારે અનાજ ચોરીની તપાસ કરતા અનાજ ચોર આપના નેતા નીકળ્યા. અનાજ ચોર રજાકભાઈ જુસાભાઈ પરમાર છે. જે અમરેલી જિલ્લાના આપના સહ મંત્રી છે. રજાકભાઈ પરમાર ગોપાલ ઈટાલિયા સાથે જ ફરે છે. ગોપાલ ઈટાલિયાના ચૂંટણી પ્રચારમાં પણ રજાકભાઈ સાથે હતા. રજાકભાઈ પરમાર પાસેથી 3 લાખ 40 હજારની કિંમતનો જથ્થો પકડાયો છે.