BCCI માં નોકરી કરવાની ઊત્તમ તક: વાંચો રસપ્રદ વિગતો!

જો તમારે BCCI માં નોકરી કરવી હોય તો, તમારા માટે ઉત્તમ તક છે. થોડા મહિના પહેલા જ બોર્ડે બેંગ્લુરુમાં નવા સેન્ટર ઓફ એક્સિલેન્સની શરુઆત કરી હતી. હવે આ સેન્ટર માટે બીસીસીઆઈએ 3 પદ પર નોકરી બહાર પાડી છે. જે ભારતીય ક્રિકેટને આગળ વધારવામાં મદદ કરશે. બીસીસીઆઈએ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં બેટિંગ અને બોલિંગ કોચ સિવાય મેડિકલ સાયન્સ ડિપોર્ટમેન્ટમાં એક નોકરી બહાર પાડી છે.

બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે,આ બંન્ને પદ માટે આવેદન કરનાર પૂર્વ ફર્સ્ટ ક્લાસ કે ઈન્ટરનેશનલ ક્રિકેટર હોવું અનિવાર્ય છે. આ સિવાય સર્ટિફાઈડ બીસીસીઆઈ લેવલ-2 અને લેવલ-3 કોચ હોવા પણ જરુરી છે. આ સિવાય સ્ટેટ લેવલ કે એલીટ યુથ લેવલ પર 5 વર્ષનો કોચિંગનો અનુભવ હોવો જરુરી છે. આ સિવાય પરફોર્મન્સ એનાલિસિસ ટુલનું જ્ઞાન હોવું પણ જરુરી છે.

સ્પોર્ટસ સાયન્સ અને મેડિસિન ડિપાર્ટમેન્ટનો કારોબાર સંભાળવા માટે બીસીસીઆઈએ એક યોગ્ય ઉમેદવારની જરુર છે. આ તે ડિપાર્ટમેન્ટ છે જે ખેલાડીઓને ઈજા, તેના વર્કલોડ મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન જેવા મહત્વના પગલાઓ પર કામ કરે છે. આ પોસ્ટ માટે પસંદ થનારા વ્યક્તિ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં ફિઝિયોથેરેપિસ્ટ અને ટ્રેનર્સની ટીમનું નેતૃત્વ કરશે અને ખેલાડીઓને ઈજાથી દુર રાખશે. તેની ઈજા યોગ્ય કરવી જેવા પ્રોગ્રામ તૈયાર કરવામાં મદદ કરશે. આ માટે સ્પોર્ટસ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી કે પીએચડીની ડિગ્રી હોવી જરુરી છે.

Share This Article
Translate »