અમેરિકામાં એક રોડ એક્સિડન્ટના કારણે 4 ગુજરાતીઓના મોત થયા છે. આ લોકો ન્યુયોર્કથી વેસ્ટ વર્જિનિયા પ્રભુપાદ પેલેસ ઓફ ગોલ્ડ આશ્રમમાં જતા હતા જ્યાં રસ્તામાં તેમની કાર ખીણમાં ખાબકી હતી. ખીણમાં પડેલી કારમાંથી આ ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં ડો. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાનનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આ પરિવાર મંદિરે દર્શન માટે જઈ રહ્યો હતો તે દરમિયાન બફેલો ન્યુયોર્કના વેસ્ટ વર્જિનિયા તરફથી આવતી ગાડી સાથે એક્સિડન્ટ થયો હતો. અને આ એક્સિડન્ટમાં કારમાં રહેલા ચારેય લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ પરિવાર મૂળ ગુજરાતી છે અને ઘણા દિવસ તેમના ગાયબ રહ્યા હોવાના સમાચાર હતા તે પછી રવિવારના રોજ આ ચારેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. મળી માહિતી મુજબ આ ચારેય લોકોની ઉંમર 80 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર તેમની કાર પણ એક્સિડન્ટની હાલતમાં મળી આવી હતી.
માર્શલ કાઉન્ટીના શેરિફ માઈક ડોહર્ટીએ જણાવ્યું કે તેઓ ન્યૂ યોર્કના બફેલો શહેરથી ગુમ થયા હતા અને અંતે પશ્ચિમ વર્જિનિયાના માઉન્ડ્સવિલે નજીક મળી આવ્યા હતા. સ્થળ પર બચાવ ટીમો પાંચથી વધુ કલાક સુધી હાજર રહી હતી.
તેમનું વાહન બિગ વ્હીલિંગ ક્રીક રોડ પાસે એક ઉભી ઢાળ પર ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં મળ્યું હતું. આ વિસ્તાર ખૂબ જ અંતરિયાળ છે, જેના લીધે બચાવ ટીમને સ્થળ પર પહોંચવામાં પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતો.