તમે પણ રહેજો સાવધાનઃ સુરતમાં વકર્યો છે રોગચાળો!

ચોમાસાની સીઝનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ડેંગ્યુ, મલેરિયા, વાયરલ ઈન્ફેક્શન, સહિતની બિમારીઓના કેસો વધી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે સુરતથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રોગચાળો ચિંતાજનક રીતે વકર્યો છે, સતત કેસો વધી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, જેના પર સુરતના નાગરિકોને રોગચાળાથી મુક્ત રાખવાની જવાબદારી છે તે અધિકારીઓ પણ રોગચાળામાં સપડાઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત મહાનગર પાલીકાના કેપ્યુટી કમિશનર નિધિ શિવચને ડેંગ્યુ થયો છે અને તેઓની હાલ સારવાર ચાલી રહી છે.

અધિકારી સપડાયા તો તંત્ર આવ્યું હરકતમાં!

કોર્પોરેશનના ડે.કમિશનર નિધિ શિવચ જ ડેંન્ગ્યુમાં સપડાતા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. મચ્છરજન્ય રોગચાળાને લઇ તંત્ર દોડતું થયું છે અને ડે.કમિશનરના ઘર તથા ઓફિસમાં મચ્છર શોધવા કવાયત શરુ કરી છે અને જરુરી દવાઓનો છંટકાવ પણ કર્યો છે.

સુરત શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું

સુરત શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે અને લોકો ડેંન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. સુરતની હોસ્પિટલો અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. હવે અધિકારીઓ પણ રોગચાળાની ઝપેટમાં આવી જતાં તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. શહેરભરની ઈમારતો અને નવી બની રહેલી ઈમારતોમાં ચકાસણી કરવામાં આવી રહી છે.

Share This Article
Translate »