અકસ્માતમાં Quick Response આપવા પોલીસને ફાળવાયા ખાસ Vehicle

વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશા-નિર્દેશ અંતર્ગત ગુજરાતની પોલીસને અદ્યતન અભિરક્ષક વ્હિકલ ફાળવવામાં આવ્યા છે. આ એક એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હિકલ છે. જો કે, અત્યારે હાલ પાઈલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ વ્હિકલ અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તેનાત કરવામાં આવ્યા છે. આ વ્હિકલની સફળતા અને રિસ્પોન્સ ટાઈમિંગ અને એક્યુરેસી ચેક કર્યા બાદ આ વ્હિકલ પ્રદેશના અન્ય વિસ્તારોની પોલીસને ફાળવવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.

શું છે આ વ્હિકલની ખાસીયત?

આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રીસ્પોન્સ આપશે અને “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.

Special Features થી લેસ છે આ વ્હિકલ!

આ અત્યાધુનિક વ્હિકલમાં 32 થી વધુ રેસ્ક્યુ ટુલ્સ અને ઈક્વિપમેન્ટ છે, જેમાં મેટલ આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય આમાં ઓક્સિજન બોટલ્સ પણ આપવામાં આવી છે. એટલે ઈમરજન્સીના સમયમાં કોઈને તાત્કાલિક ઓક્સિજન આપી શકાય.

આ વ્હિકલમાં નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.

Share This Article
Translate »